ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2024ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં PSI માં કુલ 2 પેપર અને કોન્સ્ટેબલમાં કુલ 1 પેપર લેવાશે અને દરેક પેપરમાં 40% લાયકાત મેળવવી ફરજિયાત છે. Exam Pattern અને Exam Syllabus ની Official PDF નીચે આપેલ છે. નીચે શાંતિથી વધુ માહિતી વાંચો.
અગાઉ PSI અને LRDની દોડની પરીક્ષાઓમાં, જેણે સૌથી ઝડપથી દોડ પૂરી કરી હતી તેને સંપૂર્ણ ગુણ મળ્યા હતા અને ઉમેદવારને લેવાયેલા સમય મુજબ ગુણ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે એવું નથી, હવે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂર્ણ કરવું ફરજિયાત છે. જેના કોઈ ગુણ નથી.
PSI અને LDR પોલીસ ભરતી 2024 માં પરીક્ષાનો સિલેબસ બદલાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ લેખ નીચે લખેલો છે અને ઓફિશિયલ પીડીએફ પણ તમને નીચે આપવામાં આવેલી છે તો ધ્યાનથી વાંચો
Related Posts
PSI Exam Pattern
PSI અને LDR પોલીસ ભરતી 2024 માં પરીક્ષા પદ્ધતિ બદલાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ લેખ નીચે લખેલો છે અને ઓફિશિયલ પીડીએફ પણ તમને નીચે આપવામાં આવેલી છે તો ધ્યાનથી વાંચો
PSIની પરીક્ષા એક જ દિવસમાં લેવાશે જેમાં કુલ બે પેપર હશે અને બંને પેપરમાં બે ભાગ હશે. પહેલું પેપર MCQ અને બીજું લેખિત પેપર હશે.
PAPER | NAME OF PAPER | MARK | TIME |
---|---|---|---|
PAPER 1 |
GENERAL STUDIES (MCQs)
PART A + PART B
|
200 | 3 Hrs. |
PAPER 2 | DESCRIPTIVE | 100 | 3 Hrs. |
TOTAL | PAPER 1 + PAPER 2 | 300 | 6 Hrs. |
તમામ પેપર એક જ દિવસે લેવામાં આવશે અને ઉમેદવારે દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવવાના રહેશે. આ 40% માર્કસ માત્ર પાસ થવા માટે છે, જો પ્રથમ પેપર અને લેખિત પેપરના પાર્ટ A અને પાર્ટ Bમાં 40% થી ઓછા માર્કસ આવે તો તેને નાપાસ ગણવામાં આવશે.
Paper 1 (MCQs): Gujarat Police Sub-Inspector
પેપર 1 માં 200 MCQs 200 માર્કના જેમાં Part A and Part B પેપરના ટોપીક નીચે પ્રમાણે આપેલ છે. તમને PAPER 1 માટે 3 કલાક આપવામાં આવે છે, જેમાં તમને Part A અને Part B બંને પેપર એકસાથે આપવામાં આવશે, જેમાં તમે Part A પહેલા લખવા માંગો છો કે Part B પહેલા લખવા માંગો છો તે તમારા ઉપર છે.
PART-A
- 100 Marks; 100MCQ;
- A minimum qualifying mark of 40% is required.
- Negative marking 0.25. If option E is ticked, no marks will be deducted
TOPIC | MARK |
---|---|
Reasoning and Data Interpretation |
50
|
Quantitative Aptitude | 50 |
TOTAL | 100 |
PART-B
- 100 Marks; 100MCQ;
- A minimum qualifying mark of 40% is required.
- Negative marking 0.25. If option E is ticked, no marks will be deducted
TOPIC | MARK |
---|---|
Constitution of India and Public Administration |
25 |
History Geography Cultural Heritage |
25 |
Current Affairs and General Knowledge |
25 |
Environment, Science and Tech Economics |
25 |
TOTAL | 100 |
Paper 2 (Descriptive): Gujarat Police Sub-Inspector
PAPER 2 માં 100 માર્કસ ની લેખિત (Descriptive) પેપર આપવાનું રહેશે જે ના ટોપિક અને ગુણભાર નીચે આપેલ છે. PART-A: Gujarati Language Skill ના 70 માર્ક હશે અને PART-B: English Language Skill (Descriptive) ના 30 માર્ક હશે આમ કુલ 100 માર્ક નું પેપર હશે.
PART-A
TOPIC | QUESTION | MARK |
---|---|---|
નિબંધ | આપેલ ૫ (પાંચ) વિષયોમાંથી કોઈ એક વિષય ૫૨ ૩૫૦ શબ્દોનો નિબંધ લખવાનો રહેશે. |
30 |
સંક્ષિપ્તીકરણ | આપેલ ગદ્યખંડનું ૧/૩ ભાગમાં પોતાનાશબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે. |
10 |
ગધસમીક્ષા | આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. |
10 |
અહેવાલ લેખન | - | 10 |
પત્રલેખન | - | 10 |
PART-B
TOPIC | QUESTION | MARK |
---|---|---|
Precis Writing | આપેલ ગદ્યખંડનું ૧/૩ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે. |
30 |
Comprehension | આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. |
10 |
Translation (from Gujarati to English) |
- | 10 |
PSI Exam Syllabus
PSI અને LDR પોલીસ ભરતી 2024 માં પરીક્ષાનો સિલેબસ બદલાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ લેખ નીચે લખેલો છે અને ઓફિશિયલ પીડીએફ પણ તમને નીચે આપવામાં આવેલી છે તો ધ્યાનથી વાંચો.
1. Constitution of India and Public Administration (25 mark)
- ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું
- સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.
- સમવાય તંત્ર તથા કેન્દ્ર–રાજય સંબંધો
- બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ–ન્યાયિક સંસ્થાઓ.
- પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
- ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ – પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી
- અમલદારતંત્ર તથા મુલ્કી સેવાઓ
- કેન્દ્ર, રાજય તથા જિલ્લાનું વહીવટીતંત્ર
- કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન
- કેન્દ્ર અને રાજય સકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો
2.History, Geography, Cultural Heritage (25 mark)
1. History (ઈતિહાસ):
- સિંધુખીણની સભ્યતા
- વૈદિક યુગ
- જૈન અને બૌધ્ધ ધર્મો
- ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય
- મધ્ય એશિયા સાથનો સંપર્ક અને તેના પરિણામો
- હર્ષવર્ધન, ગૌડ, મૌર્ય, શૂંગ, કુષાણ, શાક, ગુપ્ત, સતવાહન, સાતવહન, ચૌલુક્ય, ગુર્જર પ્રતિહાર, પલ્લવ, પાળ, વિખ્યાત સન્તાન, મુઘલ સામ્રાજ્ય, વિશ્વનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજવંશો અને રાજવંશી – તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક–સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
- ભારતીય ઉપખંડમાં યુરોપીય કંપનીઓનું આગમન તથા સ્વતંત્રતા માટેના તેમના સંપર્ક
- ભારતમાં કંપની શાસન
- 1857નું બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન
- ભારતીય સ્વતંત્રતા પાયાની ઘડતર તથા સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનો ભારત
- 18મા તથા 20મા સદીમાં ભારતની આર્થિક અને સામાજિક સુધારણા આંદોલનો
- ગુજરાતના રાજવંશો, તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક–સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
2. Geography (ભૂગોળ):
- સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુઓ વિલપણ, પૃથ્વીની આંતરિક રચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેમની લાક્ષણિકતાઓ, વાતાવરણની રચના અને સંરચના, આબોહવાની તત્ત્વો અને પરિબળો, વાયુ પ્રમાણ અને તાપત્ર, આબોહવાની વિશિષ્ટતા, આબોહવામાં બદલાવ, મહાસાગરો : ભૂગોળ, રચનાત્મક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય પ્રવાહો, હવામાન અને પાણી સંચાલન.
- ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિલક્ષણો, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ચટ્ટાનો, પથર અને ખનિજ દ્રષ્ટિએ ખાસિઆતો, વિવિધ આબોહવાશ્રિત આબાદીઓ, ફસલની વધપાેધી, રાષ્ટ્રીય ઉછાળો અને અસરકારકતા, જનસાંખ્યિક મુખ્ય વિશિષ્ટતાઓ, ખડકો અને ખનિજ.
- સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસતીનું વિલક્ષણ, વસતી ઘનતા, વસતીવૃદ્ધિ, લિંગ પુન્ય પ્રમાણ, સાક્ષરતા, જનસાંખ્યિકો, જૂગતિ સમુદાય, ભૌગોલિક સમૃદ્ધ. મો
- આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. ય
- વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ.
3. Cultural Heritage (સાંસ્કૃતિક વારસ):
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ
- ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી–પીણી, પોશાક અને પરંપરાઓ
- ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટયમંડળીઓ.
- આદિવાસી જનજીવન : તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.
- ગુજરાતી સાહિત્યઃ પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટયમંડળીઓ.
3. Current Affairs and General Knowledge (25 Mark)
4. Environment, Science and Tech and Economics (25 ગુણ)
1. Environment :
- પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંમેલનો અને સંધિઓ, બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) નું મહત્વ, કલાઈમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ) તથા ભારતની પ્રતિબધ્ધતા
- ભારતમાં વન અને વન્યજીવન – વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું. પ્રજાતિ સંરક્ષણ પ્રોજેકટ : વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે
- પ્રદૂષણ : પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર ક્ષય, એસિડ વર્ષા, અસરો અને નિયંત્રક પગલાઓ, હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ.
- પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી (તાપ વૃદ્ધિ), કલાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એકશન પ્લાન.
- રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણો
2. Science and Tech (વિજ્ઞાન અને ટેકનોલોજી):
- રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા.
- ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી) : રોજબરોજના જીવનમાં આઈસીટી, : આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ–ગર્વનન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિકયુરીટી, નેશનલ સાયબર ક્રાઈમ પોલિસી.
- ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ / વિકાસ. ઈસરો તથા અન્ય સંસ્થાઓ – તેમની પ્રવૃત્તિઓ અને સિધ્ધિઓ, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઈન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS), ઈન્ડિયન રિમોટ સેન્સિંગ (IRS) સેટેલાઈટ, ભારતીય મિસાઈલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એજયુસેટ, ડીઆરડીઓ (DRDO) – વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ.
- ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ – સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
- ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતા : ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા.
3. Economics (અર્થશાસ્ત્ર):
- સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર : નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો
- ભારતીય જાહે૨ વિત્ત વ્યવસ્થા : ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય. કેન્દ્ર અને રાજયના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર (GST), ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
- ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.
- કૃષિ ક્ષેત્ર : મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું – ભારતમાં જમીન સુધારાણાઓ : કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો – કૃષિ નીપજ અને ઉત્પાદનોની ભાવનીતિ : કૃષિ વિત્તિય નીતિ : કૃષિ વેચાણ અને સંગ્રહ : ખાધ સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિ.
- ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન : ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો : શિક્ષણ, આરોગ્ય અને પોષણ. કૃષિ, વન, જળ સંશાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
PSI Official Syllabus PDF
PSI Physical Standard Test
જો ઉમેદવાર 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂર્ણ નહીં કરે, તો તે PET (Physical Efficiency Test)માં નાપાસ થશે. અને જે પણ ઉમેદવારને નોટિફિકેશનમાં આપેલ ફિઝિકલાાા મુજબ કોઈપણ એક વસ્તુ ખૂટતું હોય જેમ કે છાતી ન થતી ઉંચાઈ ન થતી હોય કે કંઈક ખામી હોય તો તેમને પીએસટી એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં નપાસ કરવામાં આવશે.
Male Candidates
વર્ગ | ઊંચાઈ (સે.મી.) | છાતી (સે.મી.) | ||
---|---|---|---|---|
ફુલાવ્યાા વગરની | ફુલાવેલી | |||
મૂળ ગુજરાતના અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે | 162 | 79 | 84 | |
અનુસૂચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે | 165 | 79 | 84 |
Female Candidates
વર્ગ | ઊંચાઈ (સે.મી. માં) |
---|---|
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે | ૧૪૫ |
અનુસૂચિત જન જાતિના મહિલા ઉમેદવારો સિવાયના તમામ માટે | ૧૪૮ |
Physical Test
Candidates | Running | Maximum Time |
---|---|---|
Male | 5000 Meter | 25 Minutes |
Female | 1600 Meter | 9 Min. 30 Sec. |
Ex. Servicemen | 2400 Meter | 12 Min. 30 Sec. |
ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.
Physical defect list
- વાંકા ઢીંચણવાળા (Knock Knee)
- ફુલેલી છાતી (Pigeon Chest)
- ત્રાંસી આંખ (Squint Eye)
- સપાટ પગ (Flat Feet)
- કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)
- ફુલેલો અંગુઠો (Hammer Toes)
- અસ્થિભંગ અંગ (Fractured Limb)
- સડેલા દાંત (Decayed Teeth)
- ચેપી ચામડીના રોગ (Communicable Skin Disease)
- રંગ અંધત્વની ખામી (Colour Blindness)
મુદ્દા નં. 10: રંગ અંધત્વની ખામી (Colour Blindness) જેલ સિપાઇ મહિલા કે પૂરૂષ માટે લાગુ પડતુ નથી.