Kuvarbai Mameru Yojna સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે આ યોજના દીકરીઓના કલ્યાણ અને સમાજમાં તેમનું માન-સન્માન વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે.
કુંવરબાઈ મામેરું યોજના હેઠળ, સરકાર દ્વારા ₹12,000ની સહાય આપવામાં આવે છે, જે સીધા દીકરીના બેંક ખાતામાં જમા થાય છે.
Related Post
Eligibility Criteria
- આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
નોંધ!
લગ્ન થયાના 2 વર્ષ ની અંદર ફોર્મ ભરી દેવું. 2 વર્ષ પછી યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
Kuvarbai Mameru Yojna ફોર્મ ભરવા
Kuvarbai Mameru Yojna માં ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ ની સાઈન 1 mb થી ઓછી રાખવાની હોય છે અને આધારકાર્ડ ની front અને back સાઇડ એકજ પેજ માં આવે એ પ્રમાણે અપલોડ કરવાના હોય છે.
Upload કરવાના ડોક્યુમેંટ
- કન્યાનો પાસપોર્ટ સાઈજ ફોટો
- કન્યાનું આધારકાર્ડ (ઓરિજનલ)
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો (ઓરિજનલ)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (ઓરિજનલ)
- રેશનકાર્ડ ( અરજદારના નામ અને નંબર વાળા બંને પેજ અપલોડ કરવા )
- બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- રેગ્યુલર મોબાઈલ નંબર (પરિવારના કોઈપણ વ્યક્તિનો )
નોંધ!
બધાજ ડોકયુમેંટ ની સાઈજ 1 MB થી ઓછી રાખવી.
માહિતી ભરવા ડોક્યુમેંટ
- કન્યાના પતિનું આધારકાર્ડ
- કન્યાના પિતાનું આધારકાર્ડ
Kuvarbai Mameru Yojna Self-Declaration Form
અરજી પ્રક્રિયા
- દસ્તાવેજો તૈયાર કરો: ઉપરોક્ત દસ્તાવેજો એકઠા કરી લેવાના.
- ઓનલાઇન અરજી: e-Samaj Kalyan Portal પર લૉગિન કરી અરજી કરો.
- ઑફલાઇન અરજી: નજીકની તાલુકા પંચાયત કચેરીમાં અરજી ફોર્મ ભરવું.
- અરજીની ચકાસણી: ચકાસણી બાદ સરકારી ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવે છે.
- સહાય રકમ જમા: સ્વીકાર કર્યા બાદ રૂ. 12,000 ની રકમ બેંક ખાતામાં જમા થાય છે.
અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી?
e-Samaj Kalyan Portal પર લૉગિન કરી "Application Status" વિભાગમાં તમારી અરજીની સ્થિતિ ચકાસી શકાય.
FAQs
1. આ યોજના માટે કેટલા વય સુધીની દીકરીઓ અરજી કરી શકે?
દીકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
2. સહાયની રકમ ક્યાં જમા થાય?
સહાયની રકમ સીધા દીકરીના બેંક ખાતામાં જમા થાય છે.
3. સહાયની રકમ કેટલા દિવસમાં જમા થાય ?
2 મહિના ની અંદર અથવા વધુમાં વધુ 3 મહિના ની અંદર અરજદાર ના બેન્ક ખાતામાં જમા થશે.