Marriage Certificate Form Gujarati PDF Download: લગ્ન પ્રમાણપત્ર એ વૈવિધ્યપૂર્ણ દસ્તાવેજ છે જે લગ્નના કાનૂની પ્રમાણપત્ર તરીકે કાર્ય કરે છે. ગુજરાતમાં લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, ફી, અને અરજી પ્રક્રિયા વિશે જાણો. અહીં તમે લગ્ન પ્રમાણપત્ર ફોર્મ ગુજરાતીમાં PDF ડાઉનલોડ કરી શકો છો.
Marriage Certificate Form ડાઉનલોડ કરવાની લિંક
લગ્ન નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
- વર અને કન્યાનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર
- વર અને કન્યાનું ફોટાવાળું પ્રમાણપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ)
- વર અને કન્યાનો રહેઠાણનના પુરાવામાટે ( રેશન કાર્ડ)
- વર અને કન્યાના માતા-પિતાનુ ફોટાવાળું પ્રમાણપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ)
- વિધિ કરાવનાર મહારાજનું ફોટાવાળું પ્રમાણપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ)
- વિધિ કરાવનાર મહારાજનું રહેઠાણ પુરાવામાટે રેશન કાર્ડ
- વિધિ કરાવનાર મહારાજનુ વિધિ પ્રમાણપત્ર
- સાક્ષી નંબર-1 નું ફોટાવાળું પ્રમાણપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ)
- સાક્ષી નંબર-1 નું રહેઠાણ પુરાવામાટે રેશન કાર્ડ
- સાક્ષી નંબર-2 નું ફોટાવાળું પ્રમાણપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ)
- સાક્ષી નંબર-2 નું રહેઠાણ પુરાવામાટે રેશન કાર્ડ
- વર અને કન્યા બન્નેની લગ્ન કંકોત્રી ( કંકોત્રી ન હોય તો રૂ.50/- ના સ્ટેમ્પ પેપર પર વર-કન્યાની સયૂક્ત ફોટા વાડી એફિડેવીટ (Befor Me વાળી કરાવવી )
- લગ્નનો કલર ફોટો (5x7) સાઈજનો
- છુટાછેડાના કેસમાં છુટાછેડાનો લેખ રજુ કરવો.
- વિધવા/વિધુરના કેસમાં મરણ દાખલો રજુ કરવો.
- મુસ્લીમ લગ્નના કેસમાં નિકાહનામું રજુ કરવું.
- હિન્દુ લગ્નના કેસમાં સોગંધનામું રજુ કરવું. ( કન્યાના ગામના તલાટિ માગે તો)
લગ્ન નોંધણી માટે મહત્વપૂર્ણ માહિતી
- ફોર્મ બ્લેક પેનથી ભરવું.
- લગ્ન નોંધણી યાદી બે નકલમાં ભરી અને બંને ફોર્મ પર રૂ.૨૦૦/-ની એગ્રીમેન્ટ ટીકીટ લગાવી બંને ટીકીટ પર વર-કન્યાની સહી કરાવવી.
- અરજી ફોર્મ નમુનો-૧ ઉપર રૂ.૩/- ની કોર્ટ ફી ટીકીટ લગાવવી.( બે સેટ બનાવાના હોવાથી 6 રૂપિયા ની ટિકિટ જોસે)
- લગ્ન નોંધણી માટે તમારે નિકટતમ મ્યુનિસિપલ કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરીમાં જવું પડશે.
- લગ્ન સ્થળને લાગતા ઝોનમાં જ લગ્ન નોંધ થશે. (કન્યાના ના ગામ ને જે જોન લાગતું હોય તે )
- ફોર્મ ભર્યા બાદ 7-30 દિવસમાં પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.
ફોર્મ તથા જેટલા પણ દસ્તાવેજ છે તેની બે વખત Xerox કરવાની એટલે કે બે સેટ બનાવાના રહેસે. સોગંદનામુ /એફિડેવિટ ના કેસમાં એક સેટમાં અસલ સોગંદનામુ અને બીજા સેટમાં સોગંદનામુ /એફિડેવિટ ની ઝેરોક્ષ લગાવી. ઉપર આપેલા દસ્તાવેજો ક્રમ છે એ પ્રમાણે બે સેટ તૈયાર કરીને રાખવાના છે. પછી આ સેટ મ્યુનિસિપલ કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરી અથવા તમારા ગામના તલાટિ ને આપવાના છે.
ફોર્મ આપ્યા બાદ 7-30 દિવસમાં પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.
લગ્ન પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરવી?
લગ્ન પ્રમાણપત્ર માટે તમારે સ્થાનિક નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરવી પડશે. કેટલીક જગ્યાએ તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો.
લગ્ન પ્રમાણપત્ર મેળવવા કેટલો સમય લાગે?
લગ્ન નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સામાન્ય રીતે 7 થી 30 દિવસમાં પ્રમાણપત્ર મળી શકે છે.
લગ્ન નોંધણી માટે કોઈ ફી લાગે?
હા, વિવિધ નગરપાલિકા અને પંચાયત અનુસાર અલગ-અલગ ફી હોય છે. 1500rs kharch thay
લગ્ન નોંધણી કેમ જરૂરી છે?
લગ્ન નોંધણી કાનૂની માન્યતા માટે જરૂરી છે. તે પત્રો, વિઝા, પેન્શન, વીમા અને અન્ય સરકારી લાભ માટે ઉપયોગી થાય છે.
આ લેખ તમારા માટે ઉપયોગી થયો હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.