Manav Kalyan Yojana 2025- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાના ધંધાર્થીઓ, કારીગરો અને સ્વ-રોજગાર શરૂ કરવા ઇચ્છતા નાગરિકો માટે માનવ કલ્યાણ સાધન સહાય યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના વર્ષ 2025-26 માટે અમલમાં મૂકવામાં આવી છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે.
Manav Kalyan Yojana 2025
આ યોજનાનો મુખ્ય હેતુ અર્થતંત્રમાં નાનાં ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો છે. પાત્ર લાભાર્થીઓને સરકાર તરફથી વ્યવસાય શરૂ કરવા જરૂરી ટૂલકિટ માટે આર્થિક સહાય આપવામાં આવશે.
મળવાપાત્ર સહાય:
માનવ કલ્યાણ સાધન સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. 25,000 સુધીની ટૂલકિટ સહાય આપવામાં આવશે. જે વ્યવસાય શરૂ કરવા કે વિકસાવવા માટે ઉપયોગી રહેશે.
યોજનાની પાત્રતા (Eligibility)
➤ ઉંમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.
➤ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
અથવા
➤ અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
30 એપ્રિલ 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
Manav Kalyan Yojana મળતા વ્યવસાયો:
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
- ભરતકામ (સીલાઈ મશીન)
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ
- દૂધ અને દહીં વેચાણ
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- પંચર કીટ
મળતા સામાનની યાદી
ક્રમ | વ્યસાય (kit) | મળતો સામાન |
---|---|---|
1 | પંચર | ✅ એર કોમ્પ્રેસર |
2 | સેન્ટિંગ | ✅ વાયબ્રેટર મશીન |
3 | બ્યુટી પાર્લર | ✅ પાર્લર ચેર ✅ સ્ટરિલાઇઝર યુનિટ |
4 | ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ | ✅ કેબલ ફોલ્ટ લોકેટર ✅ ઇલેક્ટ્રિક કટર ✅ એમ. બી. સી. |
5 | દૂધ દહીં વેચનાર | ✅ કેરેટ (પર્ફોરેટેડ) ✅ કેરેટ (સાદા) ✅ ઈલેક્ટ્રોનિક વજનકાંટો ✅ ઈલેક્ટ્રોનિક વલોણું ✅ દૂધ કેન (પી. વી. સી.) ✅ સ્ટીલનું તપેલું |
6 | ભરતકામ (દરજીકમ ) | ✅ સિલાઈ મશીન ✅ ફોલ ઈ. મશીન |
7 | પાપડ બનાવટ | ✅ પ્લાસ્ટિક સીલિંગ મશીન ✅ ઇલેક્ટ્રિક વજન કાટો ✅ આટા મશીન |
8 | પ્લમ્બર | ✅ડિસ્ક ગ્રાઇન્ડર હેમર મશીન ✅ મલ્ટીપર્પજ કીટ ✅પાઇપ આતા કીટ |
9 | અથાણા બનાવટ | આ સામાન ની જાણ નથી. |
10 | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ | ✅ ઇલેક્ટ્રિક પ્રેશર પંપ ✅ નાનો જેક (હાઈડ્રોલિક) ✅ મલ્ટીપર્પજ કીટ |
Manav Kalyan Yojana 2025 - Apply Online
માનવ કલ્યાણ યોજના 2025 હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિવિધ આર્થિક રીતે નબળા વર્ગોના લાભાર્થીઓને આપકાંગે વ્યવસાય માટે સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં ઓનલાઇન ફોર્મ e-Kutir પોર્ટલ પરથી ભરવાનું હોય છે. 18 થી 60 વર્ષની ઉંમર ધરાવતા અને ગરીબી રેખા હેઠળ આવતા વ્યક્તિઓ આ યોજનાના લાભાર્થી બની શકે છે. અરજી કરતી વખતે આધારકાર્ડ, પાકા રહેઠાણનો પુરાવો, તસવીર, અને આવકનો દાખલો જેવા દસ્તાવેજો જરૂરી હોય છે. આ યોજના દ્વારા સ્વરોજગારના અવસરો ઊભા થાય છે અને સામાજિક-આર્થિક વિકાસને વેગ મળે છે.
e-Kutir પોર્ટલ પર અરજી કરોરજૂ કરવાના ડોક્યુમેંટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- જાતિ દાખલો (OBC/SC/ST/EWS)
- આવક દાખલો (01/04/2023 પછીનો હોવો જોઈએ)
- ઈ-શ્રમ કાર્ડ (જોઈએ તો અહીંથી બનાવી શકાય)
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- મોબાઇલ નંબર
- વ્યવસાય પ્રમાણપત્ર (જોઈએ તો)
- બેંક પાસબુક
Self Declaration Form
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- આ યોજના લોટરી પદ્ધતિ પરથી પસંદગી કરવામાં આવશે.
- ફોર્મ ઓનલાઈન રીતથી ભરાવવાનું રહેશે.
- જાણકારી યોગ્ય હોવી જરૂરી છે, ખોટી માહિતી આપશો તો ફોર્મ રદ થશે.
- આપની અરજી જી.ઉ.કે. કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવિન અરજી ફરીથી કરવાની રહેશે.
- આપ પોતાની અરજી સ્થિતિની જાણકારી આપના લોગીનમાં “એપ્લીકેશન સ્ટેટ્સ” થી જોઈ શકશો.
- આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો.
- તમારી ટૂલકિટ માટેની અરજી મંજૂર થતાં, આપની અરજી સમયે આપેલ મોબાઇલ નંબર પર ભાવ સાથેનો ઇ-વાઉચર (QR કોડ) એસ.એમ.એસ. મારફતે મોકલવામાં આવશે અને તેને આપ તમારા લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો; આ વાઉચરને સાચવીને રાખવાનું ફરજિયાત રહેશે અને માત્ર માન્ય ડીલર તથા ઓ.ટી.પી. માટે જ તેનો ઉપયોગ કરવો, અન્ય કોઇ ડીલર, વેપારી કે વ્યક્તિ સાથે તેને શેર કરવો નહીં.
- ટૂલકિટની ખરીદી કર્યા પછી, આપને ગ્રીમકો કચેરી તરફથી ફોન કરવામાં આવશે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી અથવા કર્મચારી તેમજ ગ્રીમકો દ્વારા નિયુક્ત કરાયેલી થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી આપના ઘરે વેરિફિકેશન માટે આવશે, જેમને આપે જરૂરી માહિતી આપવી રહેશે.
- જો ચકાસણી દરમિયાન ઉપકરણ હાજર ન હોય અથવા તમે તેનો ઉપયોગ કરતા ન જણાય, તો ઉપકરણ અથવા તેની કિંમત તમારી પાસેથી પાછી લેવામાં આવશે; ઉપરાંત, જો એવું જાણવા મળે કે સહાયનો ઉપયોગ હેતુ સિવાય અન્ય હેતુ માટે કરવામાં આવ્યો છે, તો તમને મળેલી સહાયની રકમ પરત કરવી પડશે અને આવી સ્થિતિમાં, તમે ભવિષ્યમાં અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હકદાર રહેશો નહીં.
- જો આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ મુશ્કેલી હોય, તો આપ હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો; હેલ્પ ડેસ્ક નંબર છે: 9909926280 / 9909926180.
FAQs
માનવ કલ્યાણ યોજના શું છે?
માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની સહાય યોજના છે, જેનામાં નાનાં ધંધાર્થીઓને ટૂલકિટ માટે સહાય આપવામાં આવે છે.
આ યોજનામાં કોણ અરજી કરી શકે?
18 થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકો, જેઓ BPL યાદીમાં છે અથવા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવે છે, તેઓ અરજી કરી શકે છે.
મળતી સહાય કેટલી છે?
લાભાર્થીઓને રૂ. 25,000 સુધીની ટૂલકિટ સહાય આપવામાં આવે છે.
આવશ્યક ડોક્યુમેંટ્સ કયા છે?
આધાર કાર્ડ, આવક દાખલો, રેશન કાર્ડ, ફોટા, જાતિ દાખલો, અને બેંક પાસબુક વગેરે જરૂરી છે.
અરજી કઈ તારીખ સુધી કરી શકાય?
અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 છે.
અરજી કેવી રીતે કરવી?
આરજી e-Kutir પોર્ટલ દ્વારા ઓનલાઇન કરવી.